પ. પૂ. સદગુરુ શ્રી ધ્યાનીસ્વામી હરિસ્વરૂપદાસજી ના અમૃત વચનો - ૨

।। જય શ્રી સ્વામિનારાયણ ।।

વાતો ૧૧ થી ૨૦ 
  1. ગમે ત્યારે ગમે તે સ્થળે ભગવાનનું ધ્યાન કરવામાં બાધ નથી.
    • Performing meditation of the Lord at any time and/or at any place is objection less.
  2. આહાર (જમવાનું), વિહાર (ફરવું, જોવું, બોલવું) અને  બ્રહ્મચર્ય એ ત્રણની શુદ્ધિ હોય તો જ આપણે બરાબર ધ્યાન કરી શકીએ .
    • Food, visiting places and celibacy - if we exercise these three with purity then and only then we can perform proper meditation.
  3. નીતિ પ્રમાણે ઉદ્યમ કરવો પણ અનીતિ થી ધન ભેગું ન કરવું.
    • Exercise your business according to the policy but do not collect wealth by performing business against the policy.
  4. ક્રિયા ભગવાન સંબંધી હોય તો પણ ક્રિયા રૂપ થઇ ને કોઈ ક્રિયા ન કરવી.
    • Even though action is related to the Lord one should not perform those actions artificially.
  5. નાના મોટા હરિભક્તોએ મહારાજનો તથા સંતોનો અખંડ રાજીપો લેવો હોય તો મહારાજની આજ્ઞા અને ઉપાસનામાં દેહના અંત સુધી કોઈ પણ ફરે પડવા દેશો નહિ.
    • If small or big disciples need intact blessings of the God and saints, one must not deviate a bit from the Lord's order and worship till the end of this mortal body.
  6. સર્વેના કર્તા હર્તા સ્વામિનારાયણ ભગવાન છે આટલું જીવને સમજાઈ જાય તો બીજું કશું જ કરવાનું રહેતું નથી.
    • If any soul can firmly believe that The Lord Swaminarayan is the doer & destroyer, he/she doesn't have to anything else. 
  7. મોક્ષ સંબંધી કામ આપણે પોતે જ કરવું પડશે.
    • Efforts/work related to salvation has to be done by ourselves.
  8. જેનો જીવ બળને પામ્યો હોય તેને ખરાબ સ્વપ્ન પણ ન આવે.
    • One whose sole is powerful will not have even a single bad dream.
  9. નાનપણથી જો સારા સંસ્કાર મળે તો યુવાનીમાં ફેલ ફતુરમાં પડે નહી.
    • If good moral has been taught and practised from childhood, when he turns as youth he will not follow the bad habits.
  10. નિષ્કામી વર્તમાન ખાલી બ્રહ્મચર્ય પાળવું એટલામાં જ પૂરું થતું નથી પણ આ લોકમાં અને દેહના અંતે મહારાજની હજૂરી સેવા સિવાય કાંઈ ઈચ્છા નહિ તે શ્રેષ્ઠ પ્રકારનું નિષ્કામી વર્તમાન પાળ્યું કહેવાય.
    • Characteristic of celibacy doesn't mean only practicing virginity, but also do not wish anything else except serving the supreme Lord while living in this world as well as in the eternal life also.

Comments